નમસ્કાર
વંદે માતરમ,
કઠલાલ નગર પાલિકાની વેબસાઇટ ખુલ્લી મુકવાના પ્રસંગે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું. નગરપાલિકાના ટેક્ષ, વ્યવસાય વેરો, ગુમાસ્તાધારા, લગ્ન નોંધણી, જન્મ મરણ જેવા વિવિધ વિભાગોનું સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝેશન કરીને આપણે ઇ-ગવર્નસમાં પદાપર્ણ કરેલ દીધેલ છે.આજે આ પ્રસંગથી આપણે કોમ્પ્યુટર યુગમાં વધુ એક કદમ આગળ ચાલવા પ્રયત્ન કરી આધુનિક યુગ સાથે કદમ મિલાવવા જઇ રહ્યા છીએ.
આપણાં શહેરના ઘણા કુંટુંબો વિદેશ અને અન્ય રાજ્યો સ્થાયી થયેલા છે. આપણા શહેરના વિકાસ અને પ્રગતિમાં તેઓનું યોગદાન શ્રેષ્ઠ સાબિત થઈ શકે તેમજ દેશ વિદેશમાં સ્થાયી થયેલ આ કુંટુંબોની નવી પેઢી આ વેબસાઇટ થકી આપણાં કઠલાલ શહેરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક બાબતોથી તેમનો નાતો ફરી તાજો કરે તેવી અભ્યથના સાથે.
કઠલાલ શહેરના વિકાસ અને પ્રગતિ માટે આપના સૂચનો હંમેશા આવકાર્ય રહેશે. આભાર.
નીલમબેન રોય
ચીફ ઓફિસર શ્રી