નમસ્કાર
વંદે માતરમ,
21મી સદીમાં હવે વિશ્વ એકદમ નાનું થઈ ગયું છે. અને વસુધૈવ કુટુંબકમ નું જે સ્વપ્ન હતંં તે સાકાર થઈ રહયું છે. કઠલાલ શહેર ઐતિહાસિક શહેર છે. કોઈને પણ આ શહેરને પોતાનું વતન બનાવવાનું મન થાય એવું આ શહેર છે.
શહેરના પ્રાથમિક નાગરિક તરીકે કઠલાલ શહેરના તમામ નાગરિકોને અને સમગ્ર વિશ્વમાં ફેલાયેલા કઠલાલ ના વતનીઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છુ. આ વેબસાઇટ ધ્વારા આપનો તથા કઠલાલ નો વર્ષો જૂનો નાતો ફરી તાજો થાય અને આપણે સાથે મળી કઠલાલ શહેરને વધુ ને વધુ પ્રગતિના પંથે લઈ જઈએ.
એજ અભ્યથના સહ.
પ્રશાંતકુમાર ડી. પટેલ
પ્રમુખશ્રી