\ Kathlal Nagarpalika
 

કઠલાલનો સુવર્ણ ઇતિહાસ


• કઠલાલનો સુવર્ણ ઇતિહાસ

સને ૧૯૧૭માં અતિવૃષ્ટિને લીધે ખેડા જિલ્લામાં પાક નિષ્ફળ જવાથી ખેડૂત તરફથી ગુજરાત સભાની માંગણી છતાં સરકારે મહેસુલ બાબતમાં રાહત ન આપી. તેથી મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે નડિયાદ-કડીનો લડત શરૂ કરવામાં આવી. આપણા દેશમાં આ પ્રકારનો પ્રથમ સામૂહિક સત્યાગ્રહ તા. ૧૯-૦૩-૧૯૧૮ ના રોજ ખેડૂતોએ કઠલાલ શેઠ. એમ.આર. કાયફુકલના મધ્ય ભાગમાં આવેલ ગાંધી સ્મારક નિધિ સ્થિત પ્રતિજ્ઞા લઈ શરૂ કર્યો હતો.

• પ્રસાદીની લક્ષ્મી કૂવો

શ્રીસ્વામિનારાયણ ભગવાન કઠલાલ ગામે પધાર્યા તે સમયે ડોશી રામબાઈએ ઘરમાં રહેતા ભગવાનની પ્રસાદનું ચરણામૃત આ કૂવામાં પધરાવેલ છે. કઠલાલ નગરની જનતાએ તે દિવ્ય જળનો લાભ ઘણાં વર્ષોથી લીધેલ છે જેના કારણે આજ દિન સુધી કઠલાલમાં પાણીની સમસ્યા થયેલ નથી.

• કઠલાલ વિશેષ

કઠલાલ નગરપાલિકાનો વિસ્તાર દિવસે ને દિવસે વધતો જાય છે. હાલ કઠલાલ નગરપાલિકાને “૫” વર્ગ માંથી “૫” વર્ગમાં સમાવેશ કરેલ છે. ધંધા રોજગારમાં કઠલાલ તાલુકાનું વડું મથક કઠલાલ છે. કઠલાલના વિકાસને ધ્યાનમાં લઈ આજુબાજુના ગામજનો પણ કઠલાલમાં વસવાટ કરવાનો પસંદ કરે છે અને શિક્ષણમાં પણ કઠલાલમાં બી.એડ કોલેજ, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ અને જવાહર નવોદય વિદ્યાલય આવેલ છે.

• વ્યક્તિ વિશેષ

કઠલાલના મોહનલાલ પંડ્યા ખેડા સત્યાગ્રહ સમયે ગાંધીજી સાથે રહેનાર આગેવાની લડવૈયા. ગાંધીજીએ તેમને ડુંગળી ચોરનું બિરુદ આપ્યું હતું.

નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.


  All rights reserved @ KATHLAL NAGARPALIKA                                                                        Total Visitor :  3297

 સંપર્ક:- કઠલાલ નગરપાલિકા, કઠલાલ
 (O).02691-243408  E-Mail : kathlal_palika@yahoo.co.in                                                                   Remote Support